Vacancy
ધી પારડી એજ્યુકેશન સૉસાયટી, કિલ્લા-પારડી સંચાલિત જે.પી.પારડીવાલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, કિલ્લા-પારડી(ગ્રાન્ટ ઈન એઈડ) ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગરના પત્રક્રમાંક: કવટ/Isc3/વર્ગ-3/NOC/20506-08 તા:-૨૦/૦૯/૨૦૨૪ થી બિન શૈક્ષણિક વર્ગ-૩ ની જગ્યા ભરવા માટે એન.ઓ.સી. મળેલ છે. નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. ભરતી અંગેની વિગતવાર માહિતી તથા અરજી ફોર્મ કોલેજની વેબસાઈટ www.jppacc.ac.in પર મુકેલ છે.
(૧) સદર NOC હેઠળ મંજુર કરવામાં આવેલ જગ્યા સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે સંવર્ગના નકકી કરેલ પ્રવર્તમાન ભરતી નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે.(૨) અધૂરી, અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ રદ ગણાશે. (૩) ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ માં રજીસ્ટર પોસ્ટ એ.ડી. (RPAD)/ સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે. (૪) ઉમેદવારોએ અરજીપત્રક સાથે શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો A4 સાઈઝમાં બિડવાના રહેશે. (૫) ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ કોલેજની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. તેથી સમયાંતરે કોલેજની વેબસાઈટ અચૂક જોતા રહેવું. (૬) અરજી સાથે અરજી કરનાર ઉમેદવારોએ બિનઅનામત વર્ગ માટે રૂા.૫૦૦/-તથા અનામત વર્ગ માટે રૂા. ૪૦૦-નો ડિમાન્ડ ડ્રાફટ "PRINCIPAL J.P.PARDIWALA ARTS & COMMERCE COLLEGE, KILLA-PARDI" ના નામનો ડી.ડી. અવશ્ય સામેલ રાખવાનો રહેશે. (૭) આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળ /કોલેજ ને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને મંડળ/કોલેજ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહિ.
NOC Letter: Click here to view
Instruction Letter: Click here to view
Application Form: Click here to view
ઈન્ચાર્જ આચાર્યશ્રી
જે.પી.પારડીવાલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, કિલ્લા-પારડી
પ્રમુખશ્રી,
ધી પારડી એજ્યુકેશન સૉસાયટી, પારડી
અરજી મોકલાવવા માટેનું સરનામું :
પ્રમુખશ્રી,
ધી પારડી એજ્યુકેશન સૉસાયટી,પારડી
C/O જે.પી.પારડીવાલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ,
બાલાખાડી, સ્ટેશન રોડ, કિલ્લા-પારડી-૩૯૬ ૧૨૫