આંતર કૉલેજ તરણસ્પર્ધા નું આયોજન - ૨૦૧૯-૨૦
તા-૧૯-૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ જે.પી.પારડીવાલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ,પારડી ના યજમાન પદે નવસારી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ મુકામે આંતર કૉલેજ તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણી કૉલેજના ૧ છોકરાએ ભાગ લીધો હતો. ટીમના કેપ્ટન તરીકે એમ.એ. ના વિદ્યાર્થી વિરેન્દ્ર આર.ટંડેલ એ ભૂમિકા બજાવી હતી.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત આંતર કોલેજ તરણ સ્પર્ધા ભાઈઓ તથા બહેનોની ટુર્નામેન્ટ જે પી પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા નવસારી નગરપાલિકાના સહયોગથી સ્વામી વિવેકાનંદ તરણકુંડ માં યોજવામાં આવી હતી જેમાં ૨૧ જેટલી કોલેજો ના કુલ 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધા ના ઉદ્ઘાટન પ્રસંગે કોલેજના આચાર્ય ડો.હર્ષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ કોલેજમાંથી આવેલ મેનેજર તથા કોચ પણ હાજર રહ્યા હતાં.કોલેજના આચાર્યશ્રી ડૉ.હર્ષાબેન પટેલ પ્રાસંગિક આવકાર પ્રવચન આપ્યું હતું તેમજ આ સ્પર્ધાના રેફરી ઓને પુષ્પગુચ્છ થી આવકાર્યા હતા ત્યારબાદ સ્પર્ધાનીશરૂઆત કરવામાં આવી હતી આ સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનો માટે ફ્રી સ્ટાઇલ, બેક સ્ટ્રોક, બ્રેસ્ટ સ્ટ્રોક તેમજ બટરફ્લાય ની વિવિધ ઇવેન્ટ રાખવામાં આવી હતી. ટૂર્નામેન્ટના પૂર્ણાહુતિ પ્રસંગે નગરપાલિકા નવસારી ના ચેરમેન શ્રીમતી શીલાબેન દેસાઈ, નગરપાલિકાના ઇન્ચાર્જશ્રી રાજેશભાઈ પરમાર તેમજ કોલેજના આચાર્ય ડૉ. હર્ષાબેન પટેલ અને નારણલાલા કોલેજના પ્રાધ્યાપક ડૉ.મયુર પટેલ તેમજ કોલેજના વિવિધ કોલેજના ખેલાડીઓ હાજર રહ્યા હતાં જે ખેલાડીઓ સ્પર્ધામાં સારો દેખાવ કર્યો હતો તેવા ખેલાડીઓને મેડલથી સન્માનિત કર્યા હતાં ત્યારબાદ જનરલ ચેમ્પિયનશિપ ભાઈઓ તથા બહેનો માં જે કોલેજોના પોઇન્ટ વધુ હતા તેવી એમટીબી આર્ટસ કોલેજ સુરત ને શ્રીમતી શીલાબેન દેસાઈ ના હસ્તે ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવી હતી.રનર્સઅપ ની ટ્રોફી સી.બી.પટેલ અને જે એન એન પટેલ કોલેજ સુરતને કોલેજના આચાર્યશ્રી દ્વારા આપવામાં આવી હતી. યુનિવર્સિટી ટીમના સિલેક્શન કમિટીના સભ્ય પ્રા.ચિરાગભાઇ દેસાઇ,પ્રા.ડૉ.ભાવેશ દેવતા, પ્રા.પરિક્ષિત ઇચ્છાપોરિયા અને પ્રા.જે.એમ,ટંડેલ હાજર રહ્યા હતાં. આપણી કૉલેજના એમ.એ. ના વિદ્યાર્થી વિરેન્દ્ર આર.ટંડેલની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની વૉટરપોલો ટીમમાં પસંદગી પામી કૉલેજને ગૌરવ અપાવ્યું હતું.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ટીમમાં પસંદગી થઇ હતી. જેઓ આંતર યુનિવર્સિટીની સ્પર્ધા માટે લવલી યુનિવર્સિટી,ચંદીગઢ પંજાબ મુકામે ભાગ લીધો હતો. આ સિધ્ધિ મેળવવા બદલ તમામ કૉલેજ પરિવાર ના સભ્યો તેમજ ધી પારડી એજ્યુકેશન સોસાયટીના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.સમગ્ર ટુર્નામેન્ટનું સુંદર આયોજન ઓર્ગેનાઇઝ સેક્રેટરી પ્રા.જીતેન્દ્રકુમાર એમ. ટંડેલે કોલેજના આચાર્ય ના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.